|
|
| |
|
|
 |
 |
 |
| |
 |
| |
લાલ કસુંબલ આંખડી, તારી પાઘડીએ પાણી, તને પરથમ અર્પણ કરું, મારા શાયર મેઘાણી.
—————————————-
ધન ધન કાઠિયાવાડ, ધન ધન તારું નામ, પાકે જ્યાં નરબંકડા, ને રૂપ પદમણી નાર.
—————————————-
સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર, જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર.
—————————————-
સોરઠ મીઠી રાગણી, રાગ મીઠો મલ્હાર, રણમાં મીઠી વીરડી, જંગ મીઠી તલવાર.
—————————————-
શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ.
શાયર મેઘાણી
-------------------------------
બોલ્યા નહી ઍક શબ્દ પણ તમે, ને મૌનમાં જ બધું કહી ગયાં!
વરસતું રહ્યું પાણી આભમાંથી, ને અમે જાણે કોરાં રહી ગયાં!
-----------------------------------------------
કોણ ભલાને પૂછે છે ? અહીં કોણ બૂરાને પૂછે છે ?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે ?
અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે ?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે ?
- કૈલાસ પંડિત
-----------------------------------------------
અમ્રુત થી હોઠ સહુ ના એંઠા કરી શકું છું,
મ્રુત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું,
આ મારી શાયરીયે સંજીવની છે “ઘાયલ”
શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું.
-અમ્રુત ઘાયલ |
| |
| |
|
|
 |
|
 |
|
| |
|
|
|
|
| |
| |
| |
| |
|
|